પૂર્વ ચીનના અનહુઈ પ્રાંતમાં 25 જૂનના રોજ એક ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં એક બાળકે તેની માતાના મારથી બચવા માટે એપાર્ટમેન્ટના 5મા માળેથી કૂદકો લગાવ્યો હતો. આ પછી ચીનમાં સોશિયલ મીડિયા પર લોકોએ આ ઘટના પર પ્રતિક્રિયા આપી. આ ઘટના બાદ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. લોકોએ દેશમાં મજબૂત બાળ સુરક્ષા કાયદાની માંગ કરી હતી.
For safety purposes 🔞
— ahmad (@ahmedddaddy) June 27, 2023
Chinese mom hits son till he jumped off the window but he is alive🔞🔞🔞#china #jump #sad #problem #usa #boy #accident #fight pic.twitter.com/SSopZDITQE
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટે અહેવાલ આપ્યો છે કે ઘરની અંદર લાકડી વડે માર મારવામાં આવ્યા બાદ, 6 વર્ષનો છોકરો બિલ્ડિંગની બહારના એસી યુનિટ પર ચઢી ગયો હતો અને પાંચમા માળેથી કૂદી ગયો હતો. આ ઘટનાનો વીડિયો બનાવનારા લોકોએ માતાને બાળકની હત્યા ન કરવાની વિનંતી કરી હતી પરંતુ મહિલાએ તેના બાળકને મારવાનું ચાલુ રાખ્યું હતું. પરિણામ એ આવ્યું કે મારથી બચવા બાળકે બિલ્ડીંગ પરથી કૂદકો માર્યો.
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ, બાળક કૂદતો વીડિયો લોકપ્રિય ચાઇનીઝ સોશિયલ મીડિયા સાઇટ વેઇબો પર 10 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. જો કે બાળકનો આબાદ બચાવ થયો તે રાહતની વાત છે. જો કે, બાળકના ઘણા હાડકાં તૂટેલા હતા. બાળકે કૂદકો માર્યા પછી, નજીકના લોકો તેને હોસ્પિટલ લઈ ગયા જ્યાં તેની સારવાર કરવામાં આવી. પોલીસે બાદમાં વેઇબો પોસ્ટમાં કહ્યું કે માતાએ બાળકને ઘરની અંદર આવવા કહ્યું પરંતુ જ્યારે તેણે ના પાડી તો તેણે તેને માર મારવાનું શરૂ કર્યું.
રિપોર્ટ અનુસાર, એક Weibo યુઝરે કહ્યું કે તે કૂદવા કરતાં તેની માતાથી વધુ ડરે છે. લોકો પહેલેથી જ બૂમો પાડી રહ્યા હતા, 'તેને મારવાનું બંધ કરો' અને માતા હજુ પણ અટકી ન હતી. આઉટલેટને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે છોકરાનું નામ યાન છે. તેના પિતા બીજા શહેરમાં કામ કરે છે અને તે તેની માતા સાથે રહે છે.