ભારતના મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન 3ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ચંદ્રયાન-3ની લોન્ચિંગ તારીખ બદલીને 14 જુલાઈ કરી છે. ચંદ્રયાન-3 પહેલા 13 જુલાઈએ લોન્ચ થવાનું હતું, પરંતુ હવે લોન્ચિંગની તારીખ બદલીને 14 જુલાઈ કરવામાં આવી છે, ઈસરોએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર જાહેરાત કરી છે.
ચંદ્રયાન-3, ચંદ્રયાન-2નું અનુગામી મિશન, આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી 14 જુલાઈએ બપોરે 2:35 કલાકે લોન્ચ કરવામાં આવશે.
Announcing the launch of Chandrayaan-3:
— ISRO (@isro) July 6, 2023
🚀LVM3-M4/Chandrayaan-3 🛰️Mission:
The launch is now scheduled for
📆July 14, 2023, at 2:35 pm IST
from SDSC, Sriharikota
Stay tuned for the updates!