શું તમારા બેંક એકાઉન્ટમાંથી ચાર્જ કાપવામાં આવે છે,જાણો ચાર્જથી બચવના ઉપાય
- બેંક ખાતામાં સંચાલન માટે વિવિધ ચાર્જ વસૂલે છે.
- મોટાભાગના ગ્રાહકોને ચાર્જ વિશે માહિતી હોતી નથી.
- ગ્રાહકો નાના ચાર્જ પર ધ્યાન આપતાં નથી.
- બેંકો તેમની ચાર્જ લીસ્ટ વેબસાઇટ પર મુકેલી હોય છે.
શું તમને ખબર છે?બેંકો તમારું એકાઉન્ટ ઓપરેટ કરવા ક્યાં ક્યાં પ્રકારના ચાર્જ વસૂલે છે?
- મોબાઈલ એલર્ટ
- ડેબિટ કાર્ડ પિન
- એકાઉન્ટ સ્ટેટમેન્ટ
- મિનિમમ બેલેન્સ
- ટ્રાન્ઝેક્શન ડિકલાઈન અથવા એટીએમ પિન રિજનરેટ
- 50 હજારથી 1 લાખ રૂપિયા સુધીના પૈસા ઉપાડવા માટે 15 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન ચાર્જ
- મની ટ્રાન્સફર ચાર્જિસ
- ડેબિટ-એટીએમ કાર્ડ ચાર્જિસ
- રોકડ જમા-ઉપાડના ચાર્જિસ
- એસએમએસ ચાર્જિસ
- ફ્યુઅલ સરચાર્જ
- ડેબિટ કાર્ડ પિન-રિસેટ
- ટ્રાન્ઝેક્શન ચાર્જિસ
- બેલેન્સ પૂછપરછ
- બેંકો SMS માટે 15-25 રૂપિયા પ્રતિ ક્વાર્ટર વસૂલે છે.
- એટીએમ અને પોશ મશીનમાં પેમેન્ટ ઓછું થતાં જ 20-25 રૂપિયા કપાઈ જાય છે.
- જ્યારે પણ તમે તેને સેટ કરો ત્યારે PIN ચાર્જ કરવામાં આવે છે, તેથી PIN ભૂલશો નહીં
- 10 હજારથી વધુ ઉપાડ પર OTP પછી જ ઉપાડની સુવિધા
આમ, બેન્કો ઉપર મુજબ ગ્રાહકો પાસેથી ચાર્જ વસૂલે છે.આ ચાર્જ ડાયરેક્ટ તમારા બેંક ખાતામાંથી કાપી લેવામાં આવે છે.
દરેક બેંક ગ્રાહકોને સુરક્ષા અને છેતરપિંડીથી બચાવવા માટે મોબાઈલ એલર્ટ મોકલતી હોય છે.અને આ મોબાઇલ એલર્ટ માટે પણ બેંક ચાર્જ વસૂલે છે.મોટાભાગના ગ્રાહકોને ઉપરમાંથી ઘણી સેવાઓના ચાર્જ અંગે જાણકારી હસે.પરંતુ ગ્રાહકો નાના ચાર્જ પર ધ્યાન આપતાં નથી કે તેના પર તેમનું ધ્યાન જતું નથી.
હાલ ડિજિટલ જમાનો થઈ રહ્યો છે.મોટાભાગનું કામ ઓનલાઇન જ થાય છે.સરકારી સહાય કે પગાર કે પછી અન્ય કોઈ પણ વ્યવહર કરવા માટે બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે.હાલ બેન્કિંગ સેક્ટરનો સારો એવો પગપેસારો જોવા મળે છે.જેથી દરેક વ્યક્તિ પાસે બેંક એકાઉન્ટ જોવા મળે છે.ભારત સરકાર દ્વારા પણ જન ધન યોજના દ્વારા ફ્રી એકાઉન્ટ ખોલવાની યોજનાથી દરેક પાસે એકાઉન્ટ જોવા મળે છે.
તમને ઘણી વખત ચાર્જ કપાયાનો મેસેજ આવ્યો હશે.બેન્કો વિવિધ સેવાઓ માટે ચાર્જ વસૂલે છે અને તેની વિગત દરેક બેંક પોતાની વેબસાઇટ પર જાણકારી મૂકે છે. અહીં તમને અમે આજે આ નાના ચાર્જ વિશે અવગત કરવાનો છે,અને તમારા પૈસા કેવી રીતે બચાવી શકો તેની માહિતી આપશું.
બેન્કો તમારી પાસેથી શું ચાર્જ કરે છે? તેનાથી કેમ બચવું તે અંગે માહિતી આપીશું.
ભારતમાં 2011 માં 15 વર્ષથી વધુ ઉંમરના માત્ર 44 ટકા લોકો બેંક એકાઉન્ટ ધરાવતા હતા.પ્રધાનમંત્રી જન-ધન યોજના થકી આ આંકડામાં ફેરફાર જોવા મળે છે.2021 માં 15 વર્ષથી વધુ ઉંમરના બેંક એકાઉન્ટ ધરાવતી વસ્તીનો હિસ્સો વધીને લગભગ 78 ટકા જેટલો થઈ જવા પામ્યો હતો.
- દરેક બેંક એકાઉન્ટ હોલ્ડર પાસે ડેબિટ કાર્ડ બેંકો એકાઉન્ટ ખોલવાની સાથે ડેબિટ કાર્ડ આપે છે.
- આ ડેબિટ કાર્ડ ફ્રી હોતું નથી.
- દરેક બેન્કો ડેબિટ કાર્ડ માટે ફી વસૂલે છે.
ઉપાય :
- ડેબિટ કાર્ડની જરૂરીયાત ન હોય તો લેવું જોઈએ નહીં.
- એક કરતાં વધુ એકાઉન્ટ હોય તો કોઈ એક જ ડેબિટ કાર્ડ નો ઉપયોગ કરો.
- જેથી અન્ય કાર્ડ નો કોઈ ચાર્જ થી બચી શકો.
- તમામ બેંકો તમારા ખાતાની જાળવણી માટે ફી વસૂલે છે.
- આ તમામ પ્રકારના ખાતાઓને લાગુ પડે છે.
- વિવિધ બેંકો અલગ-અલગ ચાર્જ વસૂલતી હોય છે.
ઉપાય :
- ઘણી બેંકો મર્યાદા કરતાં વધી ગયેલા વ્યવહારોને માફ કરે છે.
- તમારી બેંકના નિયમો અને શરતો સમજીને આ અંગે વધુ માહિતી મેળવી શકો છો.
- અન્ય બેંકના ATMનો ઉપયોગ કરો છો, તો તમારે તેના માટે ચાર્જ ચૂકવવો પડશે.
- તમારી બેંકના એટીએમમાંથી મહિનામાં માત્ર 4 વખત જ ફ્રીમાં પૈસા ઉપાડી શકશો.
- જો તમે એટીએમનો 4 થી વધુ વખત ઉપયોગ કરો છો, તો તમારે તેના માટે ચાર્જ ચૂકવવો પડશે.
ઉપાય:
- ATM કાર્ડનો ઉપયોગ મહિનામાં જરૂરીયાત મુજબ કરવો જોઈએ.
- મહિનાના ખર્ચ માટેની રકમ એક સાથે ઉપાડી લેવી જોઈએ.
- એક જ કાર્ડ નો ઉપયોગ કરો.
- અન્ય કાર્ડ નો ઉપયોગ કરો નહીં જેથી તમે ચાર્જ થી બચી શકો.
- પોતાના બેંક એકાઉન્ટ માંથી પૈસા ઉપાડો.
- શક્ય હોય તો મહિનામાં 4 વખતથી વધારે પૈસા ઉપાડવાની જરૂર ન પડે તેવું આયોજન કરો કે એક સાથે પૈસા ઉપાડી લો.
ટ્રાન્સફર ફી:
- મોટે ભાગે લોકો પૈસા મોકલવા UPI, IMPS, RTGS, NEFT દ્વારા ઉપયોગ કરતા હોય છે.
- પરંતુ આ બધા માધ્યમોનો ઉપયોગ પણ ફ્રી નથી.
- ઘણી બેંકો IMPS ટ્રાન્સફર કરવા પર પૈસા કાપે છે.
ઉપાય:
- પૈસા મોકલવા માટે UPI, RTGS, NEFT વગેરેનો ઉપયોગ કરવાનું રાખો.
- જેથી તમારે તમારા પૈસા મોકલવા ચાર્જ ચૂકવવો ન પડે.
- તમારું બેંક ખાતું બંધ કરવા માંગો છો તો બેંક તેના માટે પણ ચાર્જ વસૂલવામાં આવી શકે છે.
- આ રીતે ક્યારેય બેંક એકાઉન્ટ ઓપન કરો નહિ.
- જ્યારે જરૂરી હોય ત્યારે જ એકાઉન્ટ ઓપન કરવું જોઈએ.
- શક્ય હોય તો એકથી વધારે એકાઉન્ટ ઓપન ન કરો.જેથી બંધ કરવાની જરૂર ન પડે.
- બેંકો એકાઉન્ટ ઓપન કર્યાના અમુક સમય પછી એકાઉન્ટ બંધ કરવા માટે કોઈ ચાર્જ લેતી નથી.
- તેથી એકાઉન્ટ બંધ કરતા પહેલા આ અંગેની માહિતી મેળવી લેવી જોઈએ.
નિષ્ક્રિયતા ફી:
- જો તમે લાંબા સમય સુધી કોઈ બેંક વ્યવહાર ન કરો તો બેંકો એકાઉન્ટ ને નિષ્ક્રિય કરી દે છે.
- સામાન્ય રીતે આ મર્યાદા એક વર્ષની હોય છે.
ઉપાય:
- લાંબા સમય સુધી બેંક એકાઉન્ટ નિષ્ક્રિય ન રહેવા દો.
- આવા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરો અને ઉપાડો લો.
- આ રીતે એકાઉન્ટને સક્રિય રાખી શકશો અને ખોટા ચાર્જથી બચી શકશો.