Ads Area

Investment: માત્ર હજારોનું રોકાણ કરો,મેળવો 2 કરોડ 11 લાખથી પણ વધુ...

 Investment: માત્ર હજારોનું રોકાણ કરો,મેળવો 2 કરોડ 11 લાખથી પણ વધુ...

Investment: માત્ર હજારોનું રોકાણ કરો,મેળવો 2 કરોડ 11 લાખથી પણ વધુ...


દરેકનું અમીર બનવાનું સપનું હોય છે. એ સપનું પૂરું કરવા રાત - દિવસ મેહનત કરતા હોય છે. પરંતુ માત્ર મહેનત કરવાથી કરોડપતિ બની જવાતું નથી. એ માટે યોગ્ય પગલાં ભરવા પડે છે. એ માટે તમારે Investment કરવાનું ચાલુ શરૂ કરવું જોઈએ. પરંતુ, વાસ્તવિકતા તે જ બનાવે છે જેઓ સ્માર્ટ રોકાણ કરે છે. યોગ્ય જગ્યાએ રોકાણ કરવું અને યોગ્ય સમયે રોકાણ કરવું ખૂબ જ જરૂરી છે. આ સાથે એ પણ સમજવું જરૂરી છે કે જે પૈસા અહીં-ત્યાં ખર્ચાઈ રહ્યા છે, જો તેનું યોગ્ય જગ્યાએ રોકાણ કરવામાં આવે તો જલ્દી કરોડપતિ બની શકો છો.


 અહીં અમે તમને આજે આ વિશે વિગતવાર સમજ આપીશું.


  • જો તમે દરરોજના 200 રૂપિયાની બચત કરો તો કેટલા પૈસા થશે?

ફાઇનાન્શિયલ પ્લાનર્સનું કહેવું છે કે રોજનું 200 રૂપિયાનું રોકાણ એટલે કે મહિનામાં 6000 રૂપિયા થાય. જો તમે એક વર્ષ માટે આ આંકડો જોઈએ તો તે 72,000 રૂપિયા રોકાણ થાય છે. હવે જો આ જ 72000 રૂપિયાનું ક્યાંક રોકાણ કરવામાં આવે તો?

  • પહેલા પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અને બીજું SIP મ્યુચ્યુઅલ ફંડ વિશે સમજીએ.

    • PPFમાં 15 વર્ષ માટે રોકાણ 


 જે લોકો જોખમ લઈ શકતા નથી તેઓ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) માં રોકાણ કરે છે.જે સરકારી યોજના છે.તેમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. 

  •  PPF માં રોકાણ કરવાના લાભ :- 
    • રોકાણ કરેલ નાણા પર મળતું વ્યાજ અને પાકતી મુદત પર મળેલી સંપૂર્ણ રકમ કરમુક્ત છે. 
    • જો તમે PPFમાં દર મહિને 6000 રૂપિયાનું રોકાણ કરો છો, તો તમારું રોકાણ એક વર્ષમાં 72,000 રૂપિયા થઈ જશે. 
    • નિયમિતપણે રોકાણ કરવાથી 15 વર્ષના સમયગાળામાં આ રકમ 19 લાખ 52 હજાર 740 રૂપિયા થશે. 
    • PPF માં રોકાણ 15 વર્ષ સુધી ઓછામાં ઓછું રાખવું પડે છે.


  • જો તમે PPFમાં તમારી મૂડી 20 વર્ષ માટે રોકાણ કરો છો તો...


    • જો તમે આ રકમ PPFમાં 20 વર્ષ સુધી જમા કરાવતા રહેશો તો આ રકમ 31 લાખ 95 હજાર 978 લાખ રૂપિયા થશે. 
    • હવે જો આપણે તેને વધુ 5 વર્ષ માટે વધારીએ તો તેને 49 લાખ 47 હજાર 847 રૂપિયા મળશે. 
    • અહીં નોંધનીય બાબત એ છે કે PPF એ સુરક્ષિત રોકાણ છે. પરંતુ, તેનો વ્યાજ દર દર ત્રણ મહિને નક્કી કરવામાં આવે છે. અહીં અમે માત્ર 7.1 ટકાના વર્તમાન વ્યાજ દર અનુસાર ગણતરી કરી છે.


  • SIP મ્યુચ્યુઅલમાં આ રોકાણ સમજીએ


    • જો તમે SIP મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને રૂ. 6000નું રોકાણ કરો છો તો...

જો તમે 25 વર્ષ સુધી દર મહિને તમારા પૈસા મ્યુચ્યુઅલ ફંડ SIP માં જમા કરો છો, તો તમારા રોકાણની કિંમત 80 લાખ 27 હજાર 342 રૂપિયા થઈ જાય છે. અહીં 10% વાર્ષિક વળતર અનુસાર ગણવામાં આવે છે. હવે જો તમે તેને વધારીને 30 વર્ષ કરશો તો તમને 1 કરોડ 36 લાખ 75 હજાર 952 રૂપિયાનું વળતર મળશે.


    • 2 કરોડ 11 લાખ 79 હજાર 483 રૂપિયા કેવી રીતે મેળશે?

નિષ્ણાતોનાં મતે 10 ટકા વળતરને ખૂબ જ સામાન્ય વળતર માને છે. પરંતુ SIP માં વૈવિધ્યસભર ફંડમાં 12% થી પણ વધારે વળતર મળવું સામાન્ય છે. જો 12% નાં દર પ્રમાણે 25 વર્ષમાં આ રકમ 1 કરોડ 13 લાખ 85 હજાર 811 રૂપિયા અને જો આ રોકાણ 30 વર્ષ સુધી કરો તો આ રકમ વધીને 2 કરોડ 11 લાખ 79 હજાર 483 રૂપિયા થઈ જશે.


તમારે એ જોવાનું છે ક્યાં રોકાણ કરવું જોઈએ?તમારી સ્થિતિ અને ઈનકમ અને રિસ્ક લેવાની કેપિસિટી પર નિર્ણય લેવો જોઈએ.




 

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad

Ads Area