Rajkot: નશામાં ધૂત અને નશામાં ડ્રાયવિંગ કરતા પોલીસકર્મીએ સાયકલ ચાલક યુવતીને અડફેટે લીધી
Rajkot Accident: રાજ્યમાં કાર અકસ્માતોનો બનવાના બનાવો વધી રહ્યા છે, આજે રાજકોટમાં વધુ એક મોટો અકસ્માત સામે આવ્યો છે, આ વખતે સામાન્ય કાર ચાલક નહીં પરંતુ ખુદ પોલીસકર્મીએ એક યુવતીને અડફેટે લીધી હતી.મળતી માહિતી મુજબ, રાજકોટમાં આજે સવારે એક ભયંકર અકસ્માત સર્જાયો છે. અહીં રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગેટ પાસે કાર ચલાવી રહેલા પોલીસકર્મીએ સાયકલ ચલાવતી યુવતીને ટક્કર મારી હતી. આ ઘટનામાં 17 વર્ષની એક યુવતીએ કારથી ટક્કર લાગતા હવામાં ઉછળી હતી. બાદમાં અકસ્માત સમયે હાજર લોકો અને પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે જ્યારે અકસ્માત થયો ત્યારે 17 વર્ષની યુવતીને ટક્કર મારનાર નશામાં ધૂત અને નશામાં ડ્રાયવિંગ કરતા પોલીસકર્મીએ સાયકલ ચાલક યુવતીને અડફેટે લીધી હતી, જોકે સદનસીબે યુવતીને ગંભીર ઈજા થઈ ન હતી. માત્ર ઇજાગ્રસ્ત થઈ હતી અને માત્ર નાની ઈજાઓ થઈ હતી. ડ્રાઇવરનું નામ લક્ષ્મીનારાયણ વ્યાસ છે અને તે ભુજ પોલીસના વાયરલેસ વિભાગમાં નોકરી કરતો હોવાનું કહેવાય છે. અકસ્માત બાદ પીડિતાના ભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપ છે કે પોલીસકર્મી દારૂના નશામાં કાર ચલાવી રહ્યો હતો. જોકે, હવે સવાલ એ છે કે નશાની હાલતમાં બેદરકારીપૂર્વક કાર ચલાવનાર પોલીસકર્મી સામે કાર્યવાહી થશે કે પછી તેને રક્ષણ મળશે? હાલ યુનિવર્સિટી પોલીસે ઘટનાને અંજામ આપનાર પોલીસકર્મીને કસ્ટડીમાં લીધો છે.