જૂનાગઢમાં અનુ.જાતિકલ્યાણની કચેરીમાં ૪.૬૦ કરોડનું શિષ્યવૃત્તિ કૌભાંડ
- માંગરોળ, માણાવદર, કેશોદ, મેંદરડા, ગડુ, જૂનાગઢના 12 ટ્રસ્ટો સામે ફરિયાદ
- સૌરાષ્ટ્ર, સોમનાથ અને શિવમ એજ્યુકેશન ટ્રસ્ટ મુખ્ય સૂત્રધાર
- 2014 થી 2016 સુધી નકલી દસ્તાવેજો બનાવી ઉચાપત કરવામાં આવી હતી.
- વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિનો ચાઉ કરવાનું પૂર્વ આયોજિત ષડયંત્ર
ગુજરાત અનુ.જાતિ કલ્યાણ કચેરીમાં કૌભાંડ
2014 થી 2016 સુધીના ત્રણ વર્ષ દરમિયાન માંગરોળ, માણાવદર, કેશોદ, મેંદરડા, ગડુ, જૂનાગઢના 12 ટ્રસ્ટના આચાર્યો અને પદાધિકારીઓએ જૂનાગઢમાં અનુ.જાતિ કલ્યાણ કચેરીમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતી શિષ્યવૃતિના નામે બનાવટી દસ્તાવેજો ઉભા કર્યા હતા અને એ. સ્કોલરશીપના ચેકના કુલ 4.60 કરોડની ઉચાપત. જૂનાગઢ જિલ્લામાં કૌભાંડની ફરિયાદે ચકચાર મચાવી છે.
જૂનાગઢ સરદારબાગ નજીક બહુમાળી ભવન ખાતે અનુસૂચિત જાતિ સંપર્ક કચેરીના નાયબ નિયામક કિશોરભાઈ વલ્લભભાઈ ભરખડાએ ગઈકાલે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઔપચારિક ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, કુલ 12 ગામો માણાવદર, કેશોદ, મેંદરડા, માંગરોળ, તેની સાથે છે. ગડુ અને જૂનાગઢ શહેરમાં સંસ્થાના ટ્રસ્ટીઓ, આચાર્યો, પદાધિકારીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચીને સમગ્ર કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે.
2014ના જાન્યુઆરી મહિનાથી લઈને ડિસેમ્બર 2016 (3 વર્ષ) સુધી સંસ્થાના બેનર હેઠળ એક સંસ્થાની રચના કરવામાં આવી હતી, જેમાં અનુસૂચિત જાતિ કચેરીમાંથી સરકારના ધારાધોરણ
મુજબ વિદ્યાર્થીઓને મળવાપાત્ર શિષ્યવૃતિની રકમ ઉચાપત કરવા માટે ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરીને ત્રણ વર્ષો સુધી ચેકો મેળવીને કુલ રૂપિયા ૪,૬૦,૩૮,૫૫૦ શિષ્યવૃત્તિ મેળવીને કૌભાંડ આચરીને રૂપિયા ચાઉ કરી ગયા હોવાથી વડી કચેરી, ગાંધીનગર તરફથી સૂચના મળ્યા બાદ ત્રણ વર્ષમાં જે શિષ્યવૃત્તિ ચાઉ કરી ગયાની આ બાબતે ફરિયાદ નોંધવામાં આવી હતી.
જૂનાગઢ શહેરના દાતાર રોડ પર આવેલી સોમનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, સૌરાષ્ટ્ર એજ્યુકેશન એન્ડ સોશ્યલ વેલ્ફેર સોસાયટી, શિવમ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને નેશનલ ડેવલપમેન્ટ એજન્સીના નામે ચાલતી સંસ્થાઓના આચાર્યો, અધિકારીઓ દ્વારા 4.60 કરોડનું સ્કોલરશીપ કૌભાંડ આચરવામાં આવ્યું છે. . અને એક એમજી રોડ પર જેનિલી શોપિંગ સેન્ટરમાં ત્રીજા માળે ટ્રસ્ટની ઓફિસમાંથી આ કૌભાંડ સામે આવ્યું છે.
કૌભાંડ આચરનાર ટ્રસ્ટનું નામ સ્થળ,ઉચાપતની રકમ નીચે મુજબ છે .
ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ-માંગરોળ- રૂ.૮૧,૭૨,૯૦૦
રોયલ ઇન્સ્ટી. પેરામેડીકલ -માણાવદર- રૂ.૪૬,૪૮,૨૫૦
ગાંધી સ્મૃતિ ઇન્સ્ટીટયુટ -જૂનાગઢ- રૂ.૩૧,૬૬,૬૦૦
સાંગાણી પેરામેડીકલ સ્કુલ- કેશોદ- રૂ.૨૬,૩૨,૯૦૦
ગુજરાત ઇન્સ્ટીટયુટ -કેશોદ- રૂ.૪૨,૯૮,૪૦૦
ગુજરાત ઇન્સ્ટીટયુટ-માણાવદર- રૂ.૧૭,૪૪,૨૦૦
શિવ ઇન્સ્ટીટયુટ-માંગરોળ- રૂ.૭,૫૯,૪૦૦
ક્રિષ્ના ઇન્સ્ટીટયુટ - જૂનાગઢ - રૂ. ૪૯,૨૬,૯૦૦
ક્રિષ્ના ઇન્સ્ટીટયુટ - મેંદરડા - રૂ.૫૦,૫૪,૦૦૦
ક્રિષ્ના એકેડમી - ગડુ - રૂ. ૯,૧૬,૪૦૦
ગુજરાત ઇન્સ્ટીટયુટ - જૂનાગઢ - રૂ. ૯૨,૨૯,૩૦૦
પ્રશિક્ષણ એજ્યુકેશન -કેશોદ - રૂ.૪,૮૯,૩૦૦