પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) હેઠળ, નાણાકીય વર્ષ 2022-23માં 6,23,10,598 લોન મંજૂર કરવામાં આવી
India : પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) નો ઉદ્દેશ્ય છે કે નવા અથવા હાલના સૂક્ષ્મ એકમો/ઉદ્યોગોને સંસ્થાકીય રીતે નાણાકીય સહાયની સુવિધા પૂરી પાડવા માટે રૂ.10 લાખ સુધીની સહાય આપવામાં આવે છે.
આ માહિતી કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી ડો. ભગવત કિશનરાવ કરાડ દ્વારા લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આપવામાં આવી હતી. કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રીએ આ અંતર્ગત લોન લેનારાઓને મંજૂર કરાયેલી લોનની સંખ્યા વિશે માહિતી આપી હતી. છેલ્લા બે વર્ષ દરમિયાનની આ યોજનામાં નાણાકીય વર્ષ 2021-22 માં 5,37,95,526, નાણાકીય વર્ષ 2022-23 માં 6,23,10,598 લોન મંજૂર કરવામાં આવી હતી.
કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું. મુદ્રા યોજના (PMMY) રૂ. 10 લાખ સુધીની કોલેટરલ-મુક્ત સંસ્થાકીય લોન આપે છે. કોઈપણ વ્યક્તિ, જે આ યોજના હેઠળ લોન લેવા માટે પાત્ર છે અને તેની પાસે નાનો વ્યવસાય અથવા એન્ટરપ્રાઈઝ શરૂ કરવાના હેતુથી વ્યવસાય યોજના છે, તે ઉત્પાદન, વેપાર અને સેવાના ક્ષેત્રોમાં અને કૃષિ સંબંધિત પ્રવૃત્તિઓમાં આવક પેદા કરતી પ્રવૃત્તિઓમાં જોડાઈ શકે છે. માટે આ યોજના મુજબ લોન મેળવી શકે છે.
લોન ત્રણ કેટેગરીમાં મેળવી શકાય છે.
- જેમ કે શિશુ (રૂ. 50,000/- સુધીની લોન)
- કિશોર (રૂ. 50,000/- અને રૂ. 5 લાખ સુધીની લોન)
- અને તરૂણ ( રૂ. 10 લાખ સુધીની લોન)
ડૉ. ભાગવત કિશનરાવ કરાડે કહ્યું કે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના અમલીકરણને લગતી તમામ સમસ્યાઓ સંબંધિત બેંકો સાથે પરામર્શ કરીને ઉકેલવામાં આવે છે. સેન્ટ્રલાઈઝ્ડ પબ્લિક ગ્રીવન્સ રિડ્રેસ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ (CPGRAMS) પર મળેલી ફરિયાદો પણ સંબંધિત બેંકો સાથે નિયત સમયમર્યાદામાં નિરાકરણ માટે શેર કરવામાં આવી રહી છે.