કેન્સરનું જોખમ / ટૂથપેસ્ટ અને શેમ્પૂ કેન્સરનું જોખમ વધારે છે, નિષ્ણાતોએ આપી,તમારા શરીર માટે જાણવું મહત્વપૂર્ણ
- ટૂથપેસ્ટ અને શેમ્પૂથી કેન્સરનું જોખમ વધે છે
- સંશોધનમાં જાણવા મળ્યું છે કે કેટલીક પ્રોડક્ટ્સમાં ઘાતકી રસાયણો હોય છે.
- ટોરોન્ટો યુનિવર્સિટી એક સંશોધનમાં સામે આવ્યું કારણ
Google News પર ફોલો કરો
કેન્સર આજે સમગ્ર વિશ્વ એક પડકાર બની ગયું છે.કેન્સરના લાખો લોકો ભોગ બને છે.ICMR અનુસાર, 2022માં ભારતમાં કેન્સરના 14.6 લાખ કેસ હતા જે 2025 સુધીમાં વધીને 15.7 લાખ થઈ શકે છે. કેન્સર એક જીવલેણ રોગ છે. ગયા વર્ષે કેન્સરને કારણે 8 લાખ લોકોના મોત થયા હતા. આપણે દરરોજ કેટલીક એવી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. જેમાં ટૂથપેસ્ટ અને શેમ્પૂ જેવા પ્રોડક્ટ કેન્સરનું જોખમ વધારે છે. એવું માનવામાં આવે છે કે આ બંને ઉત્પાદનોના ઉપયોગથી કેન્સરનું જોખમ વધી જાય છે.
શું ટૂથપેસ્ટથી કેન્સર થઈ શકે?
યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોના એક સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે ટૂથપેસ્ટમાં ટ્રાઈકોસન કમ્પાઉન્ડ હોય છે. જે કેન્સરનું જોખમ વધારે છે. તે એક એવું ઉત્પાદન છે જે શરીરમાં કેન્સરને પ્રોત્સાહન આપતા પરિબળોને સક્રિય કરે છે. ઘણી ટૂથપેસ્ટમાં ટ્રાઇકોસનનું પ્રમાણ વધુ હોય છે જે કેન્સરનું કારણ બની શકે છે.
કેન્સર નિષ્ણાતોના મતે, ટૂથપેસ્ટમાંથી ટ્રાઇકોસન આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયાને નુકસાન પહોંચાડે છે. તેનાથી કોલોન કેન્સર ફેલાઈ શકે છે.
શું શેમ્પૂથી કેન્સર થાય છે?
નિષ્ણાતોના મતે ડ્રાય શેમ્પૂ કેન્સરનું કારણ બની શકે છે. ડ્રાય શેમ્પૂમાં બેન્ઝીન નામનું કેમિકલ હોય છે, જે શેમ્પૂના ઉપયોગ દરમિયાન શરીરમાં પ્રવેશી જાય છે અને બ્લડ કેન્સરનું જોખમ વધારે છે. એટલા માટે થોડા મહિના પહેલા FDA એ યુએસ માર્કેટમાંથી અમુક બ્રાન્ડના ડ્રાય શેમ્પૂ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ એવા શેમ્પૂ હતા જેમાં બેન્ઝીન વધુ માત્રામાં જોવા મળ્યું હતું. જે કેન્સરનું કારણ બની શકે છે.