Ads Area

SEB TAT HS પ્રારંભિક પરીક્ષાનું પરિણામ જાહેર 2023 (SEB TAT HS Prelims Result 2023 Declared)

 SEB TAT HS પ્રારંભિક પરીક્ષાનું પરિણામ જાહેર 2023 (SEB TAT HS Prelims Result 2023 Declared)

TAT exam

SEB TAT HS Prelims Result 2023 Declared

Gujarat શિક્ષણ વિભાગ,ગાંધીનગરના ઠરાવ ક્રમાંક:ED/MSM/e-file/5921/G, તા.29/04/2023  ગુજરાત રાજ્યની ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક અભિરુચિ કસોટી(ઉચ્ચત્તર માધ્યમિક)-૨૦૨૩ “TAT(HS) 2023 યોજવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરને કરેલ.


    રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેરનામુ 

    રાજય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ 01/07/2023 ના જાહેરનામાં ક્રમાંક:રાપબો/TAT- HS/૨૦૨૩/૯૩૮૧-૯૪૨૩ જાહેરનામાથી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે તારીખ 06/08/2023 ના રોજ અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, વડોદરા, રાજકોટ અને સુરત ખાતે  TAT (HS) 2023 ની OMR પરીક્ષા આયોજન થયું હતું.


    આ પરીક્ષામાં તમામ વિદ્યાર્થીઓની OMR કચેરીની વેબસાઈટ www.sebexam.org પર રોજ મુકવામાં આવેલ હતી.

    પ્રોવિઝનલ આન્સર કી જાહેર

     પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી તારીખ 09/08/2023 ના રોજ કચેરીની વેબસાઇટ પર પ્રસિદ્ધ થયેલ અને આ પરીક્ષાના પ્રશ્નપેપરના કોઈ પ્રશ્ન/પ્રોવિઝનલ આન્સર કીનાં ઉત્તર સામે ઉમેદવાર રજૂઆત કરવા માગતા હોય તો નિયત પત્રકમાં તા.10/08/2023 થી તા.13/08/2023 સુધી તમામ વિગતો ભરીને જરૂરી માન્ય આધારો સાથે અત્રેની કચેરીના પોર્ટલ https://teiox.com/tat/ પર મોકલી આપવા સૂચના આપી હતી.

    પ્રોવિઝનલ કી સામે રજૂઆત

    ઉમેદવારો તરફથી પેપરના કોઈ પ્રશ્ન પ્રોવિઝનલ આન્સર કી ઉત્તર સામે મળેલ તમામ રજૂઆતોને તજજ્ઞ સમિતિ સમક્ષ મુકવામાં આવેલ હતી. તજજ્ઞ સમિતિ દ્વારા તમામ રજુઆતો અને આધારોની ચકાસણી કર્યા બાદ આ પરીક્ષાની ફાઈનલ આન્સર કી કચેરીની વેબસાઈટ www.sebexam.org પર તા.19/08/2023 ના રોજ મુકેલ હતી.

    70 માર્ક કે તેથી વધુ માર્ક પ્રાપ્ત કરનાર પાસ

     “શિક્ષક અભિરુચિ કસોટી(ઉચ્ચત્તર માધ્યમિક)-2023 (TAT (HS) 2023નું પરીણામ તા.21/08/2023 ના રોજ જાહેર કરવામાં આવે છે. જેમા 35% એટલે કે 70 કે તેથી વધુ ગુણ લાવનાર ઉમેદવાર મુખ્ય પરીક્ષા માટે આપી શકશે.

     

    મહત્વની સૂચનાઓ :-

    35% એટલે કે 70 ગુણ કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવાર તારીખ 17/09/2023 ના રોજ યોજાનાર મુખ્ય પરીક્ષામાં ભાગ લઈ શકે છે. પરીક્ષા સંબંધી વિગતોથી સતત માહિતગાર થવા અને મુખ્ય પરીક્ષાની હોલ ટીકીટ માટે http://www.sebexam.org વેબસાઈટ ચેક કરતા રહેવું.

    પરીણામ બાબતે વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત તેમજ અન્ય વિગતોની ચકાસણી મુખ્ય પરીક્ષા બાદ ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે. 


    TAT (HS)-2023 Result: Click Here

    Notification: Click Here

    Official website: Click Here

     

    Post a Comment

    0 Comments

    Top Post Ad

    Below Post Ad

    Ads Area