કંડકટરની ભરતીમાં અરજી કરવી છે!! પણ કંડકટર લાયસન્સ નથી તો આવી રીતે કરો Apply
Conductor Licence Online apply gujarat :
શું તમે હજી સુધી કંડકટરનું લાયસન્સ મેળવવા માટે અરજી કેમ કરવી ખબર નથી? શું તમારે કંડકટરની ભરતીમાં અરજી છે,પણ લાયસન્સ નથી. અહીં અમે તમને કંડકટરનું લાયસન્સ મેળવવા માટે પૂરી જાણકારી આપીશું.
કંડકટરનું લાયસન્સની પ્રકિયા (conductor licence) : જે લોકો કંડકટરની નોકરી મેળવવા માંગતા માટે અરજી કરવી હોય તેઓને કંડકટરનું લાઇસન્સ હોવું જરૂરી છે.
Conductor Licence Online apply gujarat : કંડકટરના લાયસન્સની પ્રક્રિયા ઓનલાઈન થઈ ગઈ છે.જેથી જે લોકો ભરતીમાં ઉમેદવારી નોંધાવવા માટે ઘરબેઠા લાઇસન્સ માટે અરજી કરી શકે છે.
Conductor Licence Online apply gujarat
- કંડકટર લાઇસન્સ ની ઓનલાઇન અરજી કરવા માટે આ અધિકૃત વેબસાઇટ પર જાઓ @ parivahan.gov.in
- વેબસાઇટ ઓપન થયા પછી Online Services click કરો એટલે Driving Licence related Services વિકલ્પ પસંદ કરો.તમારું રાજ્ય પસંદ કરો.
- પછી તમારે Conductor Licence નામનું એક વિકલ્પ દેખાશે તેમાં New Conductor Licence પર ક્લિક કરો.
- ઓપન થયા પછી જરૂરી જાણકારી વાંચીને તમારે Continue બટન ઉપર ક્લિક કરો.
- ત્યારબાદ ફોર્મ ઓપન થશે જેમાં તમારી વિગતો ભરો.
- નવા પેજમાં તમારૂ સરનામાની જાણકારી ભરો.
- ફર્સ્ટ એડ ની ડિટેલ્સ અને મેડિકલ ફિટનેસ ડિટેલ ભરો.
- ફોર્મ ભરાય ગયા પછી નીચે ડિકલેરેશન માટે બે પ્રશ્નો જવાબ ભરીને Submit કરી દો.
- એકનોલેજમેન્ટ સ્લીપ જોવા મળશે.એપ્લિકેશન નંબર પણ હશે.Next બટન ઉપર ક્લિક કરો.
- ત્યારબાદ ડોક્યુમેન્ટ અપલોડ કરો.ડોક્યુમેન્ટ અપલોડ થાય પછી ફી પેમેન્ટ કરી દો.
કંડકટર લાયસન્સ માટે જરૂરી ડોક્યુમેન્ટસ (Conductor Licence Online apply gujarat)
- અરજી પત્રક
- ધોરણ 10ની માર્કશીટ
- ફર્સ્ટ એડ ની વિગતો
- મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ
- સરનામા નો પુરાવો
- ઓળખ પુરાવો
કંડક્ટર લાઇસન્સ ડાઉનલોડ કરવાના પગથિયાં :
કંડક્ટર લાઇસન્સ ડાઉનલોડ કરવા માટે નીચે મુજબના સ્ટેપ ફોલો કરો.
- @ parivahan.gov.in વેબસાઇટ ઓપન કરો.
- મેનૂમાંથી નિવાસી રાજ્ય પસંદ કરો.
- Conductor Licence પરથી Print Conductor Licence પર ક્લિક કરો.
- Proceed પર ક્લિક કરો.
- અરજી નંબર અને જન્મ તારીખ નાખી પછી Submit કરી દો.
- કંડક્ટર લાયસન્સ ડાઉનલોડ માટે Print પર ક્લિક કરો.
- તમારું લાયસન્સ પ્રિન્ટ થઈ જશે.
કંડક્ટર લાઇસન્સ રિન્યૂ કરવાની પ્રક્રિયા
કંડક્ટર લાઇસન્સ ઓનલાઈન રિન્યુ કરવા માટે નીચે આપેલ સ્ટેપ ફોલો કરો.
- @ parivahan.gov.in વેબસાઇટ પર જાઓ.
- Online Services માં Driving Licence related Services પર ક્લિક કરો.
- મેનૂમાંથી રાજ્ય પસંદ કરો.
- Conductor Licence પરથી Services on Conductor Licence પર ક્લિક કરો.
- જરૂરી જાણકારી ભરીને Next પર ક્લિક કરો.
- ઓનલાઈન અરજી ફોર્મમાં તમારી જાણકારી ભરી દો.
- જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી આપો ત્યારબાદ Acknowledgement સ્લીપ પ્રિન્ટ કરી લો.
- RTO માં જઈ ને ડોક્યુમેન્ટ સાથે અરજી ફોર્મ submit કરી આપો.
- લાઇસન્સ રિન્યૂ કરવાની ફી ભરી દો.
- ત્યારબાદ તમારા ડોક્યુમેન્ટ્સ ની ચકાસણી થાય બાદ કંડક્ટર લાઇસન્સ રિન્યૂની પ્રક્રિયા હાથ ધરશે.
conductor licence માટે વધારે માહિતી માટે ઓફિસિયલ સાઇટ પર જાઓ.