Ads Area

Vadodara New : મેયર નિલેશ રાઠોડ પર આરોપ લગાવતા ભાજપના પૂર્વ નેતા અલ્પેશ લિંબાચિયાની ધરપકડ



 Vadodara New : મેયર નિલેશ રાઠોડ પર આરોપ લગાવતા ભાજપના પૂર્વ નેતા અલ્પેશ લિંબાચિયાની ધરપકડ




Vadodara New : મેયર નિલેશ રાઠોડ પર આરોપ લગાવતા ભાજપના પૂર્વ નેતા અલ્પેશ લિંબાચિયાની ધરપકડ


 Vadodara News : 












વડોદરામાં મેયર નિલેશ રાઠોડ વિરુદ્ધ વાંધાજનક પેમ્ફલેટ પોસ્ટ કરવા બદલ ક્રાઇમ બ્રાન્ચે કોર્પોરેશનના પૂર્વ ભાજપના નેતા અલ્પેશ લિંબાચિયાની બપોરે 12:15 વાગ્યે ધરપકડ કરી હતી. અલ્પેશ લિંબાચિયાને ક્રાઈમ બ્રાન્ચના લોકઅપમાં રાખવામાં આવ્યો છે. અગાઉ અલ્પેશ લિંબાચીયાની શાળાના શિક્ષક અમિત લિંબાચીયા અને તેના સાળા સલુભાઈની પણ પેમ્ફલેટ પોસ્ટ કેસમાં ધરપકડ થઈ ચૂકી છે. જોકે ગઈ કાલે બંનેને પોલીસ સ્ટેશનમાંથી જામીન મળી ગયા હતા.


   વડોદરા ભાજપમાં ચાલી રહેલા કૌભાંડની ભારે ચર્ચા છે. મેયર નિલેશ રાઠોડ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા પેમ્ફલેટના વિવાદમાં થયેલી ફરિયાદની પોલીસ તપાસમાં ભાજપના પૂર્વ નેતા અલ્પેશ લિંબાચીયાની ઓફિસમાંથી એક લેપટોપ અને પ્રિન્ટર જપ્ત કરવામાં આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં 250થી વધુ પ્રિન્ટઆઉટ બહાર આવ્યા હતા.


   











લેપટોપ અને પ્રિન્ટર તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. તરસાલી સ્થિત શ્રીરામ એન્ટરપ્રાઈઝના અલ્પેશ લિંબાચિયાની ઓફિસમાં 8મી જુલાઈના રોજ આ પેમ્ફલેટ છપાયું હોવાની આશંકા છે.


   આ મામલે વડોદરાના મેયર નિલેશ રાઠોડ એબીપી અસ્મિતા સાતે વાત કરી છે. તેમણે કહ્યું કે આરોપ લગાવનાર સામે આવીને આરોપ લગાવવા જોઈએ. આ બધું રાજકીય લાંચરુશ્વત કહેવાય, પક્ષના નાનામાં નાના કાર્યકર પાસેથી સાંભળ્યું. મારા નામે એક પેમ્ફલેટ આવી ચૂકી છે. ભૂલો માફ કરી શકાય છે પરંતુ કાવતરાઓને માફ કરી શકાતા નથી. બદનામીથી બચવા માટે હું પણ પક્ષને શરણે ગયો છું.




Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad

Ads Area