શું તમે PF ઉપડવાનું વિચારો છો? જાણી PF ઉપાડ માટે Tax Free મયાર્દા નહિ તો Tax કે TDS લાગશે.
PF ઉપાડ માટે Tax Free મર્યાદા :
PF ઉપાડવા પર તમને Tax Benifit મળી શકે છે. પરંતુ જો તમે પાંચ વર્ષ સુધી સતત સેવા આપી હોય અને પછી PF ઉપાડ માટે Apply કર્યું હોય તો જ આ લાગુ પડે છે. હકીકતમાં, તે એ પણ નક્કી કરે છે કે તમે કયા ટેક્સ બ્રેકેટમાં આવો છો. મહેરબાની કરીને નોંધ કરો કે જો તમે 5 વર્ષ પૂરા થયા પહેલા PF ઉપાડો છો તો તમારા પૈસા પર Tax અથવા TDS લાગુ થશે.
જો કે, આ બાબતોમાં તમારા EPF ઉપાડ પર Tax લાગશે નહીં. જે નીચે મુજબ દર્શાવેલ છે :
- તમારું કુલ PF બેલેન્સ ₹50,000 કરતાં ઓછું છે.
- જો તમને સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય અથવા અનિવાર્ય તબીબી કટોકટી માટે ભંડોળ ઉપાડવાની જરૂર હોય.
- જો તમે ફોર્મ 15G અથવા 15H નો ઉપયોગ કરીને તમારા PF એકાઉન્ટમાંથી બેલેન્સ ઉપાડો છો.
- જો તમારા એમ્પ્લોયરનો (નોકરીદાતા) વ્યવસાય પાછો ખેંચી લેવામાં આવ્યો હોય.
- જો તમે તમારું PF બેલેન્સ PF એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરો છો.