New rules: 1 ઓગસ્ટથી બદલાશે આ નિયમો ; તમને સીધી અસર કરશે.
Rules Changing Form 1st August 2023: જુલાઈ મહિનાનો અંત થવામાં 4 દિવસ બાકી છે. ઓગસ્ટ શરૂ થવાનો છે. 31 જુલાઈ પહેલા Itr return ફાઈલ કરવું આવશ્યક છે. ઑગસ્ટની શરૂઆતથી ઘણા ફેરફારો થશે. તેથી, તમારે આ ફેરફારોના નિયમોને સમજવાની જરૂર છે.1લી ઓગસ્ટથી આ મુજબ નીયમો બદલાશે.
ITR Return ફાઇલ ન કરવા બદલ દંડ
આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. આ સમયમર્યાદા તે કરદાતાઓને લાગુ પડે છે જેમણે હજુ સુધી તેમના એકાઉન્ટનું ઓડિટ કરાવ્યું નથી. જો તમે આ તારીખ સુધીમાં ITR ફાઇલ નહીં કરો તો તમારે દંડ ભરવો પડી શકે છે. જો તમે મોડેથી ITR ફાઇલ કરો છો, તો તમારે 5,000 સુધીનો દંડ ચૂકવવો પડી શકે છે.
ઓગસ્ટમાં બેંકો 14 દિવસ બંધ.
ઓગસ્ટ તહેવારોની સાથે રજાઓથી ભરેલો છે. રક્ષાબંધન, મોહરમ અને અન્ય ઘણા તહેવારોને કારણે બેંકો 14 દિવસ બંધ રહેશે. જેમાં શનિવાર અને રવિવારની રજાઓનો સમાવેશ થાય છે.
એલપીજી સિલિન્ડરની કિંમત
ઓગસ્ટમાં બદલાશે ગેસ સિલિન્ડરના ભાવ. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડર અને કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં પણ ફેરફાર કરી શકે છે. આ કંપનીઓ દર મહિનાની 1લી અને 16મી તારીખે તેમના એલજીપીના ભાવમાં ફેરફાર કરે છે. આ સિવાય PNG અને CNG ભાવ પણ બદલાઈ શકે છે.