માધવપુર નજીકના મોચા ગામે પાણી ભરાઈ જતાં સગર્ભા મહિલાનું રેસ્ક્યુ કરાયું ; NDRF ની ટીમે મહિલા સહિત ત્રણ વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થયો હોવાથી જૂનાગઢ અને ગીર સોમનાથ ઉપરાંત પોરબંદર વિસ્તારમાં પણ ભારે વરસાદ થયો હતો.જેના કારણે ધેડ વિસ્તારમાં પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘેડ પંથકના અનેક ગામો બેટમાં ફેરવાયા હોવાનું જોવા મળે છે. ભાદર અને મધુમતી નદીમાં અશ્વ પૂર જોવા મળ્યું છે.જેના કારણે ઘેડ માં દરિયા જેવી સ્થિતિ જોવા મળે છે . જેના કારણે માધવપુર સહિત ઘેડ પંથક ના લોકો ને હાલાકી નો સામો કરવો પડે છે. નિશાળ વાળા વિસ્તારમાં પાણી ભારાય જવાથી નુકશાન પણ થયું હોય છે.
આ પણ વાંચો :
ઘેડમાં પૂરના કારણે થયેલા નુકસાન માટે મોટા નાણાકીય પેકેજની જાહેરાત કરવા માંગ કરવામાં આવી
માધવપુર ગામ વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. હાઇવે પર પણ પાણી ભરાયા હતા. માધવપુરનું મેળાનું મેદાન પણ પાણીથી ભરાઈ ગયું હતું. જેના કારણે સ્થાનિક લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.તેમજ માધવપુર નજીકના ઘેડ પંથકના ગામો સંપર્ક વિહોણા બન્યા છે.
પોરબંદર ના માધવપુર નજીકના મોચા ગામે પાણી ભરાઈ જવાને કારણે સગર્ભા મહિલાનું એનડીઆરએફની 6ઠ્ઠી બટાલિયનની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને ત્રણ વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા .આ અંગેની માહતી માધવપુર પોલીસ ઈન્સ્પેક્ટર દ્રારા આપવામાં આવી હતી .
આ પણ વાંચો :
ઘેડમાં પૂરના કારણે થયેલા નુકસાન માટે મોટા નાણાકીય પેકેજની જાહેરાત કરવા માંગ કરવામાં આવી
Porbandar, Gujarat | As per information received from Police Inspector Madhavpur that a pregnant woman is trapped at Mocha village due to water logging, a team of 6th battalion NDRF conducted a rescue operation and safely rescued three persons: NDRF
— ANI (@ANI) July 23, 2023
(Pics: NDRF) pic.twitter.com/hgWXdXoPY9
આ પણ વાંચો :
ઘેડમાં પૂરના કારણે થયેલા નુકસાન માટે મોટા નાણાકીય પેકેજની જાહેરાત કરવા માંગ કરવામાં આવી