Ads Area

Drarka: એટ્રોસીટી એકટની અનિવાર્યતા જળવાય હેતુ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવાયું


Drarka: એટ્રોસીટી એકટની અનિવાર્યતા જળવાય હેતુ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવાયું

Drarka: એટ્રોસીટી એકટની અનિવાર્યતા જળવાય હેતુ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવાયું


  •   સમસ્ત ઓખામંડળ અનુસૂચિત સમાજ દ્વારા આવેદન પાઠવ્યું.








દ્વારકમાં આજરોજ સમસ્ત ઓખમંડળ અનુસૂચિત સમાજ દ્વારા સમાજના કચડાયેલા અને દબાયેલા લોકો માટે બનાવાયેલાં એટ્રોસીટી એકટની અનિવાર્યતા જળવાય રહે તે હેતુ દ્વારકા પ્રાંત અધિકારી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું  હતું.












આ અંગે અનુસૂચિત સમાજના યુવા અગ્રણી ભાવેશભાઈ હરજીવનભાઈ બગડા દ્વારા પત્રકારો સાથેની વાતચીતમાં જણાવેલ કે ગત ૧૫મી જુલાઈના રોજ ઓબીસી સમાજના નેજા હેઠળ એટ્રોસીટી એકટના કથિત દુરૂપયોગ અંગે આવેદનપત્ર પાઠવી અમારા સમાજના અમૂક ચોકકસ લોકો વિરૂધ્ધ રજૂઆત કરાઈ હતી.

ભારતીય ન્યાયસંહિતા દ્વારા અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના દબાયેલા અને કચડાયેલા લોકોને રક્ષણ આપવા માટે બનાવાયેલ એટ્રોસીટી એકટ આજે પણ અમારા સમાજ માટે ખૂબ જ જરૂરી હોય તેની અનિવાર્યતા જળવાય તે હેતુ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

વિચારવા જેવી બાબત છે કે એટ્રોસીટી એકટની કાનૂન લાગુ હોવા છતાં ભારત સહિત ગુજરાતમાં પણ અનુસૂચિત જાતિ સાથે અમાનવીય વ્યવહાર થતાં જોવા મળે છે.ગુજરાત કોઈપણ બાબતે મીડિયામાં અનુસૂચિત જાતિના નાગરિકો પર ભેદભાવ અને શોષણના સમાચાર જોવા મળે છે.21મી સદીમાં ભારત મંગળ ગ્રહ સુધી પહોંચી પહોંચી ગયું છે.પરંતુ હજુ સુધી સમાજમાં અનુસૂચિત જાતિ ના લોકો પ્રત્યે જાતિવાદી લોકો દ્વારા ભેદભાવ રાખવામા આવતો હોય છે.

હજીપણ ગુજરાતમાં અનુસૂચિત જાતિના લોકોને ઘોડા પર બેસવા,મૂછો રાખવા, સારા કપડાં પહેરવા, વાળંદની દુકાન  પર વાળ કાપવા પણ બીજા ગામ સુધી જવું પડે છે.આમ,ઘણી રીતે અનુસૂચિત જાતિના લોકો પ્રત્યે લોકશાહીના સમયમાં પણ આવી હલકી માનસિકતા ધરાવતા લોકો દ્વારા દમન કરવામાં આવતું સમાચારોમાં હેડલાઇન બનતી જોવા મળે છે.










Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad

Ads Area