કોંગ્રેસ દ્વારા પ્રાથમિક શાળા થી લઈને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં કાયમી શિક્ષકોની ભરતી કરવા માંગ
- રાષ્ટ્રિય શિક્ષણ નિતિ-૨૦૨૦ માં સ્પષ્ટ પણે કાયમી શિક્ષકો નિમણુંકની જોગવાઈ છે તો પછી કોન્ટ્રાક્ટ આધારે જ્ઞાન સહાયક યોજના કેમ ?
- શિક્ષકો વિના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે જે ઘણી જ ગંભીર બાબત છે.
- રાજ્યમાં ૩૨૦૦૦ કરતા વધુ શિક્ષકોની જગ્યાઓ લાંબા સમયથી ખાલી
- ટેટ-ટાટ પાસ થયેલ ૫૦,૦૦૦ હજાર જેટલા ગુજરાતના યુવાન-યુવતીઓ કાયમી ભરતીના સ્વપ્ન જોઈ રહ્યા છે
- ગેરબંધારણીય - ગેરકાયદેસર કરાર આધારિત ‘જ્ઞાન સહાયક યોજના' રદ કરવામાં આવે
- કોંગ્રેસના પ્રવકતા મશિષ દોશી એ મુખ્યમંત્રીને કરી રજૂઆત
કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશીએ ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખીને માંગ કરી છે કે ગુજરાતની પ્રાથમીક / માધ્યમિક / ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના રદ કરીને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.
ગુજરાતમાં આવેલી સરકારી ગ્રાન્ટ-ઈન-એઈડ પ્રાથમીક - માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં છેલ્લા ઘણાં વર્ષોથી શિક્ષકોની જગ્યા ખાલી છે જેના પરિણામે, રાજ્યની શૈક્ષણીક વ્યવસ્થાને ગંભીર નુકસાન થઈ રહ્યું છે.સાથે સાથે વિદ્યાર્થીઓ ના ભવિષ્ય પર નુકશાન થઈ રહ્યું છે.
ગ્રાન્ટેડ પ્રાથમીક - માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ઓછી ફીના કારણે ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરતા હોય છે. તેમને શિક્ષકો વિના અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે જે ઘણી જ ગંભીર બાબત છે.તેમ પત્રમાં જણાવ્યું હતું.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક પીઆરઈ / ૧૧૨૦૨૩-પ્રાશિનિ-૧૪૭-ક તા. ૧૦/૭/૨૦૨૩ અન્વયે જ્ઞાન સહાયક યોજના (પ્રાથમિક) માસિક રૂ. ૨૧૦૦૦/- ના ફીક્સ સાથે ૧૧ મહિનાના કરાર (કોન્ટ્રાક્ટ) થી અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક બમશ ૧૦૧૪ – ૧૪૦ – ગ (પા.ફા.) તા. ૧૦/૦૭/૨૦૨૩ અન્વયે જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક જેમાં માધ્યમિકમાં રૂ. ૨૪૦૦૦/- અને ઉચ્ચ માધ્યમિકમાં રૂ. ૨૬૦૦૦/- ના ફીક્સ સાથે ૧૧ મહિનાના કરાર (કોન્ટ્રાક્ટ) થી નિમણુંક કરવાનું સરકારે જાહેર કરેલ છે. ગુજરાતનો શિક્ષણ વિભાગમાં કાયમી શિક્ષકને બદલે કોન્ટ્રાક્ટ પ્રથા દાખલ કરવાની સરકારની યોજના ગેરબંધારણીય અને ગેરકાયદેસર છે.
ગુજરાત સરકારે જે આધાર લઈને જ્ઞાન સહાયક યોજના જાહેર કરેલ છે તે રાષ્ટ્રિય શિક્ષણ નિતિ-૨૦૨૦ માં પેઈજ નં. ૨૨, પોઈન્ટ નં. ૫૧૭ માં સ્પષ્ટ પણે કાયમી શિક્ષકો નિમણુંકની જોગવાઈ છે તો પછી કોન્ટ્રાક્ટ આધારે જ્ઞાન સહાયક યોજના કેમ ? વેધક સવાલ પત્રમાં પૂછવામાં આવ્યો હતો.
ગુજરાત રાજ્યમાં હાલ ૩૨૦૦૦ કરતા વધુ શિક્ષકોની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે.જે હજુ સુધી ભરતી થઈ નથી. અને ટેટ અને ટાટ વગેરેની પરીક્ષા મહામહેનતે પાસ કર્યા પછી પણ ૫૦,૦૦૦ જેટલા ગુજરાતના યુવાન-યુવતીઓ કાયમી ભરતીના સ્વપ્ન પર પાણી ફરી જાય છે.કાયમી નોકરી નું માત્ર સ્વપ્ન રહી જાય છે.તો સરકારે કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી જાહેર કરવુ કેટલા અંશે વ્યાજબી ?
રાજ્યનો શિક્ષણ વિભાગ જે રીતે એક પછી એક પગલા / યોજના જાહેર કરી રહી છે તેનાથી શિક્ષણ વ્યવસ્થા સુધારાને બદલે વધુ નુકસાનકારક સાબિત થઈ રહ્યું છે. તાજેતરમાં રાજ્યના ઉચ્ચ સનદી અધિકારીએ શિક્ષણની સ્થિતિ અંગે ગંભીર પરિસ્થિતિ સરકારને ધ્યાન મુકી હતી.
કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશીએ મુખ્યમંત્રીને અરજ કરી છે કે, રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમીક-માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળામાં સત્વરે કાયમી શિક્ષકોની નિમણુંક કરવામાં આવે અને ગેરબંધારણીય - ગેરકાયદેસર કરાર આધારિત ‘જ્ઞાન સહાયક યોજના' રદ કરવામાં આવે.
ગુજરાતની પ્રાથમીક / માધ્યમિક / ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના રદ કરીને કાયમી શિક્ષકોની ભરતી કરવા અંગે #Recruit_PermanentTeacher #TET #TAT #SaveEducationSaveGujarat #LetterTo @CMOGuj @Bhupendrapbjp @kuberdindor @shaktisinhgohil pic.twitter.com/JTJuRw7Oxt
— Dr.Manish Doshi@bharatJodo (@drmanishdoshi) July 22, 2023